કાર્યકારી જૂથ નું માળખું

વાર્ષિક સભા:
WGWLOની વાર્શિક રીફ઼લેક્શન અને આયોજન મીટિંગ એ તેના ઓવરઓલ આયોજન નો આધાર છે, જેમાં સહુ સભ્યો સાથે મળીને પોતાના કાર્ય્નું શેરીંગ કરે છે અને તે પરથી નેટવર્ક ની આગળ નું આયોજન નક્કી કરે છે.

સલાહકાર સમિતી:
સભ્ય સંસ્થાઓના વરિષ્ઠ સભ્યોની સલાહ્કાર સમિતી ઘડાયેલ છે, જે દર છ માસે મળે છે. એ મેલ દ્વારા તેઓ બહોળા પ્રશ્નો માટે માર્ગદર્શન અને સુચનો ઉપરાન્ત બાહ્ય સંસ્થાઓ સાથે જોડાણોની પણ મહત્ત્વની ભુમિકા ભજવે છે.

સ્ટીયરીંગ જૂથ :
સ્ટીયરીંગ જૂથ એ કાર્યકારીજુથના સભ્યસંસ્થાના તેમજ મહિલા સંગ્ઠનોના સભ્યોનું બનેલું છે, જેમની નિમણુક દર બે વર્ષે વાર્શિક મિટિંગમાં થાય છે. સ્ટીયરીંગ ગ્રુપની ભૂમિકા WGWLOના ઓવેરઓલ પ્લન્નિંગ ને ક્રિયાન્વિત કરવા માટે લેવાનાર નિર્ણયો લેવાની છે. આ ખુબ મહત્વ્નું બોડી છે, અને તે દર ત્રણ માસે મળે છે. આયોજન ઉપરાન્ત સેક્રેટરીયેટ્ને દોરવણી, નિયંત્રણ અને તેના કાર્યનું મુલ્યાંકન પણ કરે છે..

મુદા આધારિત પેટાજુથો :
નેટવર્ક ના સહુ સ્ભ્યો સક્રીય રહે તે માટે મુદ્દા આધારીત પેટ જુથો જરુર મુજબ બનાવ્વામાં આવે છે, જે પ્રવર્ત્માન મુદ્દા નું આયોજન, તેનું જરુર અધારિત મોડ્યુલ, ક્મ્યુનિકેશન મટીરયલ, વગેરે બનાવવામાં સક્રિય રહે છે.

સેક્રેટરિયેટ :
સંયોજક, સંકલનકાર અને એકાઉન્ટ કમ એડમિનિસ્ટ્રેટિવ અસીસ્ટન્ટ કે જે સેક્રેટરિયેટના ભાગ છે તે કાર્યકારીજૂથની રોજબરોજની કામગીરી માટે જવાબદાર છે.

structure of wgwlo image