સ્ત્રી અને જમીન માલિકી કાર્યકારી જુથનો ઉદ્ભવ

Institute of Economic Growth, New Delhiના અર્થશાસ્ત્રના અધ્યાપિકા અને 'Field of One's Own' પુસ્તકના લેખિકા પદ્મશ્રી ડો.બીના અગ્રવાલે 'મહિલાઓના આજીવિકાના મુદ્દા તરીકે મહિલા જમીન માલિકી' વિશે જુલાઈ ૨૦૦૨માં ગુજરાત રાજ્યમાં રાજ્ય્સ્તરીય કાર્યશાળા યોજી હતી, જેનું આયોજન એ.કે.આર.એસ.પી. (AKRSP) એ કરેલ હતું.

કાર્યશાળામાં મહિલાઓ માટે જમીનમાલિક હોવું કેમ અતિ મહત્વનું છે તે અંગે જુદા જુદા અભિગમથી -અધિકાર, આજીવિકા વૃદ્ધિ, કલ્યાણકારી અને મહિલા સશક્તીકરણ- અભિગમોથી જોવામાં આવેલ. કાર્યશાળામાં મહિલાઓએ સામુહિક ખેતી માટે ભાડાપટ્ટે લીધેલી જમીન કે જેનું પરિણામ અન્નસુરક્ષા વધારો અને સિમાંત જ્ઞાતિઓની મહિલાઓના સામાજિક દરજ્જામાં વધારા રૂપે જોવામાં આવ્યું, તેની પણ વાત થઇ. જુદાં જુદાં ઉદાહરણોનું વિશ્લેષણ કરવામાં આવેલું.

ઉક્ત કાર્યશાળા પરથી જણાયું કે આ એક મહત્વનો મુદ્દો હોવા છતાં, ગુજરાતમાંની મોટાભાગની સ્વૈચ્છિક સંસ્થાઓએ તેના પર કેન્દ્રિત રીતે ધ્યાન નહોતું આપેલું. ગુજરાતમાં સંસ્થાઓ જેન્ડર દૃષ્ટિકોણ સાથે કાર્યરત હોવા છતાં મોટા ભાગનીસંસ્થાઓએ 'મહિલા અને ખેતીની જમીન'નો મુદ્દો લક્ષમાં લીધો ન હતો. વાસ્તવમાં, કેટલીક સ્વૈચ્છિક સંસ્થાઓના કર્મચારીગણને આ મુદ્દાના મહત્વની જાણ ન હતી. આ પ્રશ્નનું નિરાકરણ લાવવા,

આ મુદ્દે નિર્ણાયક રીતે કામ કરવા કાર્યશાળામાં જોડાયેલ સંસ્થાઓ સાથે વર્ષ ૨૦૦૩ માં સ્ત્રી અને જમીનમાલિકી કાર્યકારી જૂથ (WGWLO) ની રચના કરવામાં આવી. ત્યારથી, 13થી વધીને આ સભ્ય સંસ્થાઓની સંખ્યા હાલ 41 થઇ છે.

તાજેતરમાં યોજાએલ કાર્યક્રમો

તારીખ ૨૩, ૨૪, ૨૫ જાન્યુઆરી ૨૦૧૮ના રોજ મહિલા અને જમીન માલિકી તથા મહિલા ખેડૂત અને સજીવ ખેતીના મુદ્દે ક્ષમતાવર્ધન તાલીમ યોજાઈ જેમાં ૧૨ જીલ્લાના ૧૫ તાલુકા માંથી ૬૦ લોકો સહભાગી થયા.     |    તારીખ ૯ એપ્રિલ - ૨૦૧૮ના રોજ નવી સૂચિત ફોરેસ્ટ નીતિ અને મહિલા અનેે વન અધિકાર પર આયોજન માટે કાર્યશાળા કરવામાં આવી. જેમાં વન અધિકારના મુદ્દે કાર્યરત ગુજરાતની કુલ ૯ સંસ્થાઓ માંથી ૩૦ પ્રતિનિધિઓ સહભાગી થયા.     |