મહિલા અને જમીન માલિકી કાર્યકારી જૂથ (WGWLO)

આપનું સ્વાગત કરે છે

આ જૂથ ગુજરાત રાજ્ય સ્તરનું નેટવર્ક છે જે મુખ્યત્વે સ્ત્રી અને જમીન માલિકી તથા ઉપાર્જન કરી શકાય તેવી સંપત્તિના અધિકારના મુદ્દે કાર્યરત છે. જમીન તથા સંપત્તિના અધિકાર એટલે માલિકી, તેઓના નિયંત્રણ અને સંચાલન, અને જમીન તથા સંપત્તિ સુધીની પહોંચ વધે તથા તેઓનો ઉપયોગ કરી શકાય. આ જૂથની શરુઆત ઈ. સન 2002માં થઈ હતી. હાલમાં 40 બિન-સરકારી સંસ્થાઓ /સમુદાય આધારિત સંગઠનો તથા 10 વ્યક્તિગત (વિષય નિષ્ણાત કે સામાજિક કાર્યકર) આ જૂથના સભ્યો છે. આ સભ્યો થકી આ જૂથ ગુજરાત રાજ્યના કુલ ૩૩ જીલ્લામાંથી 17 જીલ્લામાં કાર્યરત છે.

છેલ્લા 15 વર્ષમાં આ જૂથે જમીન તથા સંપત્તિના અધિકાર અંગે નોંધપાત્ર કામગીરી કરી છે. શરુઆતમાં આ જૂથે મુખ્યત્વે અંગત જમીન માલિકીમાં સ્ત્રીઓની માલિકીમાં વધારો થાય તે મુદ્દે સક્રિય હતું. ઈ. સન 2009થી જૂથના સભ્યોએ નિર્ણય લીધો કે માત્ર અંગત જમીન માલિકી ઉપરાંત સ્ત્રીઓના જમીન અધિકાર વ્યાપક બને, જેમ કે, જાહેર જમીનના અધિકાર, જંગલ જમીનના અધિકાર, તથા અન્ય જાહેર સંસાધનોના અધિકાર થકી સ્ત્રીઓ ઉપાર્જન વધારી શકે. કાળક્રમે સ્ત્રીઓના જમીન તથા સંપત્તિના અધિકાર સાથે મહિલા ખેડૂત તરીકે ઓળખ પ્રસ્થાપિત થાય તે માટે તમામ સભ્યો સક્રિય બન્યા છે. આ નેટવર્ક સ્ત્રીઓના જમીન, સંપત્તિના તથા મહિલા ખેડૂત તરીકેના અધિકાર માટે લોક્પેરવી કરે છે અને જનસમૂહ માધ્યમોમાં રજૂઆત કરીને વ્યાપક જનસમુદાય સુધી પહોચવાનો પ્રયત્ન કરે છે.

અમારા ઉદ્દેશ્યો

મહિલા માલિકી

1. સ્ત્રીઓના જમીન તથા સંપત્તિના અધિકારમાં વધારો થાય તથા તે વ્યાપક બને તે માટે આ અંગે લાગુ પડતા કાયદાઓ તથા સરકારી યોજનાઓનો અસરકારક અમલ જરૂરી છે. આ જૂથ આ બાબતો પ્રતિ સમગ્રતયા રીતે પ્રતિબદ્ધ છે.

પ્રભાવ

2. સ્ત્રીઓના જમીન તથા સંપત્તિના અધિકારમાં વધારો થાય તથા તે વ્યાપક બને તે સંબધિત નીતિઓ બને કે તેઓમાં સ્ત્રી પરિપ્રેક્ષ્યથી સુધારા થાય અને જે-તે નીતિની આલોચના કરવી.

હિમાયત હાથ

3. સ્ત્રીઓના જમીન તથા સંપત્તિના અધિકારમાં વધારો થાય તથા તે વ્યાપક બને તે માટે સમાજની વિવિધ સંસ્થાઓ – સરકારી, બિન-સરકારી અને જનસમૂહ માધ્યમો – આ મુદ્દા અંગે સક્રિય રીતે કામગીરી કરે તેવી કામગીરી કરવી.

તાજેતરમાં યોજાએલ કાર્યક્રમો

1. Internalational Land Coalition-India chapter : Land Forum India દ્વારા ભુવનેશ્વર ખાતે June 26-27 ના રોજ આયોજિત સભ્યોની મીટીંગમાં જમીન અને આજીવિકા તથા વન અધિકારના મુદ્દે કામગીરીનું આયોજન અને રણનીતિઓ નક્કી કરવામાં આવી, જેમાં મહિલા જમીન માલિકી કાર્યકારી જૂથ દ્વરા મહિલા અને જમીનના મુદ્દે થયેલ કામગીરીની રજૂઆત WGWLOના રાજ્ય સંકલનકર્તા મીનાબેન દ્વારા કરવામાં આવી.     |    Shortlisted in the first 22 and ten final 6 out of 946 entries in ideathon on land and property rights by N/Core and Omidiyar network at Bangalore: June 24, 2018     |    Participation in Land Forum India national meeting at Bhuvneshwar, June 26-27, 2018     |    

 

ફોટો ગેલેરી

અમારા કાર્યક્રમો અને વર્કશોપના ફોટો જોવા અહીં ક્લિક કરો.

અમારી સાથે જોડાઓ

અમારી સાથે મહિલા સશક્તિકરણ માટે જોડાઓ....

ભૌગોલિક ક્ષેત્ર

સભ્ય સંસ્થાઓ,સંગઠનો, વિકાસકર્મશીલો અને તેઓ જે જિલ્લામાં પ્રવૃત છે તેની સૂચી .